GUJARATI RAMUJ

ભિખારી : ’50 પૈસા આપો ભૈસાબ, ત્રણ દિવસથી ખાધું નથી.’
કંજૂસ : ’10 રૂપિયા આપીશ, પણ પહેલા એ કહે કે 50 પૈસામાં ખાવાનું ક્યાં મળે છે ?’
*****
બે ગપ્પીદાસો વાતો કરી રહ્યા હતા.
એકે કહ્યું : ‘જ્યારે હું બર્મામાં હતો ત્યારે ત્યાં એક વાઘ ધસી આવ્યો. એ વખતે શું કરવું તેની મને કાંઈ ગમ પડતી નહોતી એટલે મેં તો પાણીની છાલક તેની આંખો અને
મોં ઉપર મારી અને એ યુક્તિ આખર કામ કરી ગઈ. વાઘ તુરત જ ત્યાંથી ભાગી ગયો’
આ સાંભળી બીજો ગપ્પીદાસ બોલી ઊઠયો : ‘હા. તદ્દન સાચી વાત છે. હું એ વખતે ત્યાંથી જ પસાર થઈ રહ્યો હતો. જ્યારે એ વાઘ મારી તદ્દન નજીકથી પસાર થયો
ત્યારે તેની મૂછોને મેં હાથ ફેરવ્યો ત્યારે ભીની હતી.’
*******
પત્નીએ પતિને પૂછ્યું : ‘જ્યારે આપણા નવા નવા લગ્ન થયા હતા ત્યારે તો તમે મને ખૂબ સરસ નામોથી બોલાવતા હતા જેમ કે,
‘મારી રસમલાઈ, મારી રબડી, મારી બરફી…. વગેરે..’ તો હવે તમે મને એ નામોથી કેમ નથી બોલાવતા ?’
પતિ : ‘હા, તે પણ દૂધની મીઠાઈઓ આખરે કેટલા દિવસ તાજી રહે ?’
**********
ડોક્ટર : ‘સવારે, બપોરે અને રાત્રે ગોળીઓ બે ગ્લાસ પાણી સાથે લેશો.’
દર્દી : ‘ડૉક્ટર, ખરેખર મને શું બીમારી છે ?’
ડૉકટર : ‘તમે પૂરતું પાણી નથી પીતા.’
******
છાપરામાંથી પાણી ટપકતું હતું તે બંધ કરવા માટે છગને કડિયાને બોલાવ્યો.
કડિયાએ પૂછ્યું : ‘છાપરું ટપકે છે એની ખબર ક્યારે પડી ?’
છગન : ‘કાલે રાત્રે મને સૂપ પૂરો કરતાં બે કલાક લાગ્યા ત્યારે.’
*****
પત્ની : ‘ ‘નારી’ નો અર્થ શું છે ?’
પતિ : ‘ ‘નારી’નો અર્થ છે શક્તિ.’
પત્ની : ‘તો પછી ‘પુરુષ’નો અર્થ શું છે ?’
પતિ : ‘સહન શક્તિ.’
*****
છોકરીવાળા : ‘અમારે એવો છોકરો જોઈએ છે જે પાન, સિગારેટ, દારૂ કંઈ જ ન લેતો હોય, ફકત બાફેલું અને ઉકાળેલું ખાતો
હોય અને દિવસ-રાત ભગવાનનું ભજન કરતો હોય.’
પંડિત : ‘એવો છોકરો તો તમને હોસ્પિટલના આઈ.સી.યુ. સિવાય બીજે ક્યાંય નહિ મળે !…’
******
સુરતીલાલો પંડિતને : ‘મને સંસ્કૃત શીખવો.’
પંડિત : ‘એ દેવોની ભાષા છે.’
સુરતી : ‘એટલે જ તો શીખવી પડે ને ? મરીને સ્વર્ગમાં ગયો તો ?’
પંડિત : ‘ને નરકમાં ગયો તો ?’
સુરતી : ‘તો ક્યાં વાંધો છે ? સુરતી તો આવડે જ છે ને !’
******
માલિક તેનાં નોકરને : ‘અહીં બહુ બધા મચ્છરો ગણગણી રહ્યાં છે, તું બધાને મારીને પાડી દે.’
થોડીવાર પછી…
માલિક : ‘અરે રામુ, તને મેં મચ્છરોને મારી નાંખવાનું કહ્યું’તું, તેં હજુ સુધીએ કર્યું નથી ?’
રામુ : ‘માલિક મચ્છરોને તો મેં મારી નાંખ્યા. આ તો એમની પત્નીઓ છે, જે વિધવા થયા પછી રોઇ રહી છે…..’
*****
ડૉક્ટરે હ્રદયના દર્દી ચુનીલાલનું ચેકઅપ કર્યું અને બોલ્યા, ‘હવે હું તમને કાલે જોઈશ.’
ચુનીલાલ, ‘તમે તો મને કાલે જોશો પરંતુ હું પણ તમને કાલે જોઈ શકીશ કે નહીં ?’
******
મોન્ટુ પહેલી વાર વિમાનમાં બેઠો હતો.
વિમાન રન-વે પર દોડી રહ્યું હતું. મોન્ટુને ગુસ્સો આવ્યો એટલે એ પાયલોટ પાસે ગયો અને કહ્યું,
‘એક તો પહેલેથી જ મોડું થયું છે અને હવે તમે બાય રોડ લઈ જાઓ છો !’
*****
બારમા ધોરણમાં નાપાસ થયેલા નયનેશે એના પપ્પાને કહ્યું, ‘ખરાબ અક્ષરો નડ્યા, નહિતર હું પાસ થઈ જાત.’
‘પણ તારા અક્ષર તો ખૂબ જ સારા છે ને !’ પપ્પાએ કહ્યું.
‘તમે ગોઠવેલો જે માણસ મને કાપલીઓ દેવા આવતો હતો એના અક્ષર બહુ ખરાબ હતા.’
******
માયાએ દુકાન પર બોર્ડ હતું તેમાં વાંચ્યુ…
બનારસી સાડી ૧૦ રૂ.
નાયલોન સાડી ૮ રૂ.
કોટન સાડી ૫ રૂ.
માયાએ ખૂબ ખુશ થઈને

Advertisements

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s